Saffron Swords (Gujarati Version)
More Information
ISBN 13 | 9798885751827 |
Book Language | Gujarati |
Binding | Paperback |
Publishing Year | 2024 |
Total Pages | 312 |
Edition | First |
Publishers | Garuda Prakashan |
Category | Indian History History |
Weight | 300.00 g |
Dimension | 14.00 x 22.00 x 2.00 |
Product Details
ABOUT THE BOOK:-
‘માનોષી સિંહા રાવલ દ્વારા લિખિત સેફ્રન સ્વોર્ડ્સ વાચકને ઈતિહાસનો સંપૂર્ણ નવા આયામથી પરિચય કરાવવાનો ભરોસો અપાવે છે.’
-ધ સ્ટેટ્સમેન
‘આ વાંચવાની ભલામણ કરું છું.’
-તારેક ફતેહ, લેખક, કટારલેખક
‘....પુસ્તક આપણા વિસ્મૃત યોદ્ધાઓની ગાથાઓનું સંકલન છે.’
-ધ સંડે ગાર્ડિયન લાઈવ
‘ભારતને એવા આદર્શ વ્યક્તિત્વોની જરૂર છે જે આપણને પ્રેરિત અને ઉત્સાહિત કરી શકે. આ પુસ્તક આપણા સમયની એક ઘણી મોટી આવશ્યકતાને પૂર્ણ કરે છે.’
-મેજર જનરલ (ડૉ.) જી.ડી.બક્ષી
સમ્માનિત પૂર્વ સૈનિક, લેખક – ધ સરસ્વતી સિવિલાઈઝેશન
‘અજાણ્યા રહી ગયેલા વીરોની ગાથા નિધિ.’
-સૌંદરા રાજન એન એસ
-ઓસ્કાર વિજેતા ફિલ્મ લાઈફ ઓફ પાઈના ભાષા પ્રશિક્ષક
‘.....ખૂબ જ રોચક. ભારતીયો આ જાણે તે ખૂબ આવશ્યક છે.’
-મારિયા વર્થ, લેખક, થેંક યુ ઈન્ડિયા
માનોષી સિંહા રાવલ અને યોગાદિત્ય સિંહ રાવલ
માનોષી સિંહાએ આઠ પુસ્તકો લખ્યા છે જેમાંથી બે પુસ્તકો કૃષ્ણ પર આધારિત છે. ‘સેફ્રન સ્વોર્ડસ’ તેમનું છેલ્લું નવીન પુસ્તક છે. પૂણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકોત્તર અભ્યાસ કરનાર માનોષી ઈતિહાસના સંશોધક છે અને બ્લોગ લખે છે. માનોષી ઈ-મેગેઝિન –myindiamyglory.comની સંસ્થાપક છે જે ભારતના ભૂતકાળથી વર્તમાન સુધી, ઈતિહાસ તથા સાંસ્કૃતિક વારસાને વિશેષ દૃષ્ટિકોણ સાથે રજૂ કરે છે.
યોગાદિત્ય સિંહ રાવલ ઈતિહાસ અને ફિટનેસ બ્લોગર છે. તેઓ રાષ્ટ્રીય સ્તરના બોડી-બિલ્ડર પણ છે. તે મિસ્ટર ઈન્ડિયા 2016 (ફેડરેશન કપ બોડી બિલ્ડીંગ) રહી ચૂક્યા છે ઉપરાંત તે પ્રમાણિત પ્રશિક્ષક (આઈએસએસએ-યુએસએ) પણ છે. તે આઈએમએસ ગાઝિયાબાદથી એમસીએ સાથે કાયદા સ્નાતક પણ છે. તે ભારતના પ્રાચીન યુદ્ધ કલાના વિદ્યાર્થી તેમજ સાધક પણ છે.
રાવલ દંપતિ આપણા દેશના સાંસ્કૃતિક ધરોહરના સ્થળો, તેમજ પ્રાચીન અને મધ્યકાલીન ઐતિહાસિક મંદિરો, કિલ્લા, મહેલો વગેરેની સતત મુલાકાત લેતા રહે છે અને આ વિષયો પર હંમેશ લખતા રહે છે.
‘‘ભારતની સ્વતંત્રતા તથા તેની સંસ્કૃતિને જાળવી રાખવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર સ્ત્રીઓ અને પુરુષોને યાદ કરવામાં એક મહત્ત્વપૂર્ણ પ્રદાન.’
-સંજીવ સાન્યાલ
લેખક અને મુખ્ય આર્થિક સલાહકાર, ભારત સરકાર